નવી દિલ્હી: પૂર્વ પ્રધાનમંત્રી અને ભારત રત્ન અટલ બિહારી વાજપેયીની આજે જન્મજયંતી છે. આ અવસરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દિલ્હીના સદૈવ અટલ સ્મારક પહોંચીને પૂર્વ પીએમ વાજપેયીને શ્રદ્ધાંજલિ આપી. ભારત સરકાર અને ભારતીય જનતા પાર્ટી દેશના અનેક ભાગોમાં આજે કાર્યક્રમ કરી રહ્યા છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, રક્ષામંત્રી રાજનાથ સિંહ, ગૃહમંત્રી અમિત શાહ સહિત અનેક દિગ્ગજ નેતાઓએ પણ સદૈવ અટલ સ્મારક પહોંચીને શ્રદ્ધાંજલિ આપી. આ દરમિયાન અટલ બિહારી વાજપેયીના પરિજનો પણ હાજર રહ્યા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સંસદમાં કર્યું પુસ્તક વિમોચન
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અટલ બિહારી વાજપેયીની જયંતી પર સંસદ ભવન પહોંચીને તેમને શ્રદ્ધાંજલિ આપી. ત્યારબાદ તેમણે અટલ બિહારી વાજપેયી દ્વારા સંસદમાં અપાયેલા ભાષણો પર છપાયેલા એક પુસ્તકનું વિમોચન કર્યું. 



કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ટ્વીટ કરીને કહ્યું કે વિચારધારા-સિદ્ધાંતો પર આધારિત રાજનીતિ તથા રાષ્ટ્ર સમર્પિત જીવનથી ભારતમાં વિકાસ, ગરીબ કલ્યાણ અને સુશાસનના યુગની શરૂઆત કરનારા ભારત રત્ન આદરણીય અટલ બિહારી વાજપેયીજીની જયંતી પર તેમને કોટિશ: નમન. અટલજીની કર્તવ્યનિષ્ઠા તથા રાષ્ટ્રસેવા આપણા માટે સદૈવ પ્રેરણાનું કેન્દ્ર રહેશે. આ અવસરે ભાજપ તરફથી એક ખાસ વીડિયો પણ બહાર પાડવામાં આવ્યો. 



અટલ જયંતી પર ખેડૂતો વચ્ચે સરકાર
અટલ જયંતીના અવસરે આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી લગભગ 6 રાજ્યોના 9 કરોડ ખેડૂતો સાથે સંવાદ કરશે. પીએમ મોદી આજે કિસાન સન્માન નિધિ યોજનાનો હપ્તો પણ ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરશે. જેની કુલ રકમ 18 હજાર કરોડ રૂપિયા છે. આ દરમિયાન દેશના અલગ અલગ ભાગોમાં કેન્દ્રીય મંત્રી ખેડૂતો વચ્ચે રહેશે. અમિત શાહ મહેરોલી, રાજનાથ સિંહ દ્વારકા, નિર્માલ સીતારમણ રંજીત નગરમાં હજાર રહેશે. જ્યારે અન્ય મંત્રીઓ અલગ અલગ વિસ્તારોમાં રહેશે. 



અટલ જયંતી પર પીએમ મોદીનો કાર્યક્રમ
અટલ જયંતીના અવસરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે સદૈવ અટલ પર પહોંચીને પૂર્વ પીએમને શ્રદ્ધાંજલિ આપી. આ ઉપરાંત પીએમ મોદી આજે સંસદ ભવનમાં પણ અટલ બિહારી વાજપેયીને શ્રદ્ધાંજલિ આપશે તથા તેમના વિશે લખાયેલા એક પુસ્તકનું વિમોચન કરશે.